← Back to Labs
Diabetic Resource Handout
Diet chart, lab instructions, and emergency info

ડાયાબિટીસ ડાયેટ ચાર્ટ (રોજનો આહાર)

💡 ખાસ નોંધ: રાત્રે મેથીના દાણા પાણીમાં પલાળી રાખવા અને બપોરના તથા સાંજના ભોજન સાથે એક-એક ચમચી ખાઈ લેવા.
સવારે 7:00 - 8:00

એક કપ ચા / કોફી / દૂધ (ખાંડ, ગોળ કે મલાઈ વગર).

અડધી રોટલી / અડધી ભાખરી / 2 ખાખરા / સુગર ફ્રી બિસ્કિટ / ઘઉંની બ્રેડ અથવા અડધો બાજરીનો રોટલો અથવા એક વાટકી પૌંઆ.

સવારે 10:00 - 11:00

એક વાટકી ફણગાવેલા અથવા બાફેલા ચણા / મગ / મઠ.

ફળ: નારંગી / મોસંબી / સંતરા / જાંબુ / કીવી / પપૈયું.

બપોરે 12:00 - 2:00

એક વાટકી સલાડ (કાકડી / ટામેટા / કોબીજ).

2 થી 3 રોટલી અથવા ભાખરી.

1 વાટકી (100 ગ્રામ) લીલી શાકભાજી અથવા કઠોળ.

1/3 વાટકી પોલિશ વગરના ચોખા અને 1 વાટકી દાળ.

1 વાટકી દહીં અથવા 1 ગ્લાસ છાશ (માખણ વગરની).

સાંજે 4:00 - 5:00

એક કપ મોળી ચા / કોફી / દૂધ (મલાઈ વગર).

1 ખાખરો અથવા 1-2 સુગર ફ્રી બિસ્કિટ.

1 નાની વાટકી શેકેલા ચણા / જુવારની ધાણી.

સાંજે 7:00 - 8:00

1 થી 2 ભાખરી/રોટલી અથવા અડધો રોટલો.

1 વાટકી શાક (100 ગ્રામ).

1 વાટકી ખીચડી (૩ ભાગ મિક્સ દાળ, 1 ભાગ ચોખા) અને 1 વાટકી કઢી.

રાત્રે 10:00 (સૂતી વખતે)

1 કપ મલાઈ વગરનું દૂધ અથવા પપૈયું (1-2 ટુકડા).

⚠️

ચેતવણી: હાઈપોગ્લાયકેમિયા (સુગર ઘટી જવી)

ડાયાબિટીસ લેબ રિપોર્ટની પ્રક્રિયા

1
સવારે ભૂખ્યા પેટે સવારની દવા લેવી (લોહી આપવાના 15 મિનિટ પહેલાં).
2
FBS (ભૂખ્યા પેટનો) રિપોર્ટ માટે લેબમાં લોહી આપવું.
3
લોહી આપ્યા પછી તરત નાસ્તો કરી લેવો.
4
બપોરે 12:00 વાગ્યે દવા લેવી (જો આવતી હોય તો) અને 15 મિનિટ પછી જમવું. (જો દવા ન હોય તો સીધું જમી લેવું).
5
બપોરે 2:00 / 2:15 વાગ્યે PPBS માટે લોહી આપવું (જમ્યાના બરાબર 2 કલાકમાં).